કાજલ ઓઝા વૈદ્ય
લિખિત નવલકથા ''દ્રૌપદી '' પર આધારિત.....
સ્વયંને જ પૂછ્યા
સવાલ એવા ને સ્વયં જ જવાબ દઇ બેઠી
જાતને ઓળખવાની
મથામણમાં સ્વયં જ બબાલ થઇ બેઠી
સ્વયં જ હારતી
મનોયુદ્ધમાં ને સ્વયં જ જિતની બાજી ગોઠવતી
જિત્યાનો અહંકાર એવો
ચડતો કે પરાજયને ના સહી શકતી .
સ્વયં જ સારતી અશ્રુ
ને સ્વયં જ સ્વયંને સમજાવતી
વાદવિવાદમાં જિતની
અપેક્ષાએ જગતમાં એકાકિ થઇ બેઠી
સ્વયં જ ઝાલતી
સ્વયંને ને સ્વયં જ સ્વયંને સમજાવતી
હ્રદયે રાખી પ્રિય
સખાને મનની શેરી સજાવતી
સ્વયં જ પામતી સર્વસ્વને ને સ્વયં જ હૈયાને હારતી
સુખની ક્ષણો શોધવાની
મથામણમાં મળેલ સુખ પણ ખોઇ બેઠી
માન્યુ હોત કે જે
મળ્યું તે સુખ જ છે તો આમ ના બેઠી હોત રેઢી (એકલી)
......( સરલ સુતરિયા )..........
No comments:
Post a Comment