Friday 12 August 2011

વિશ્વ શાંતિનો સુર...

આવો સુર મિલાવીયે વિશ્વ સુર સાથે ,
શાંતિ ની ઝંખનાને જગાવીયે સહુની સાથે .
.....
શા માટે આ યુદ્ધો ને આ સંહાર સઘળા ?
કે નાશ પામી જશે સર્વ સંપતિ તોયે
સુર્ય એનો માર્ગ છોડવાનો નથી,
કે તારા એના માર્ગથી વિચલિત થવાના નથી .
.....
જ્યારે સંપ જ સર્વ પૃથ્વીને સંરક્ષવા સક્ષમ છે ,
ત્યારે બળથી ઉગામેલી મુક્કી શું કામની માનવ ?
કે બળવાન સુર્ય કોઇપણ ગ્રહ સાથે ઝગડતો નથી ,
ને તારાઓને પ્રકાશવા દેવા સુર્ય પોતે સમયસર અસ્ત થઇ જાય છે .
....
વિશ્વશાંતિના તાર તો ભલી ભાવનાઓથી જ સંધાવાના છે માનવ ,
ક્રુરતાથી એમાં કાઇ સજાવટ થાવાની નથી .
કે આગિયાઓ પણ ફરે છે જંગલના અંધારામાં ,
ભુલ્યા ભટક્યાને રાહ બતાવી અંધારી રાહ પર ઉજાસ પાથરવા .
...........સરલ સુતરિયા.............

No comments:

Post a Comment