સખી રી
મારું બેડલું ચડાવ મને સાજન આવ્યાનો થયો વ્હેમ
પાતળીયો પરમાર મારો કામણગારો સાહ્યબો મળવાને આવ્યો મને એમ
હેલ ભરીને હું તો હાલું ઉતાવળી મને નથી અંદેશો નથી વ્હેમ
મનડાનો મોર મારો દલડાનો ચોર મારા હૈડાનો હાર મારો પ્રેમ .
.....
ઉભી બજારે મારા છનકંતા પાયલ સૂણી ઘોડી પલાણે જેમ તેમ
થનગનતો જવાન મારો કેસરિયાળો કંથ મારો રસ્તો રોકીને ઉભો એમ
હેલ ઉતારી મારી પાલખી સજાવી મારી લઇ હાલ્યો માઢ મેડી મ્હેલ
રાત રઢિયાળી થઇ મસ્તીને માણી લઇ સાહ્યબાનો પ્રેમ પામી એમ .
......
વળતી સવારે જાઉં વાડી મોલાતે ત્યાં બહાવરો થઇ આવે એમ
પાણી ન વાળવા દે મોલ ના વાઢવા દે પાલવડે વળગ્યો આવે એમ
ભાથું છોડીને જ્યાં રોટલો રે ભાંગું ત્યાં દહીડા વલોવી લાવે એમ
કોળિયો ભરાવે મને હેતે જમાડે મને રાધા-કિશનનો જાણે પ્રેમ .

.>>>> : ( સરલ
સુતરિયા ) :>>>>
No comments:
Post a Comment