ૐકાર
-------------------------
પૃથ્વીના ગોળા પર લખી દઉં જો ૐકાર
તો થઇ જાયે એક નવો દિવ્ય આવિષ્કાર
સુરજના સપ્ત અશ્વને જો પહેરાવું
ૐકાર
તો થઇ જાયે રોશનીનો દિવ્ય ચમત્કાર
...
ક્ષિતિજે રચાય જ્યાં ધરતી આભનું
મિલન
ને વાદળોની પાલખી ઉડે જ્યાં ગગન
વાદળોને તોડી ફોડી રચાઉં જો ૐકાર
તો થઇ જાયે પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર
...
રણમાં ઉઠે રેતના વમળ પર વમળ
ને સમુદ્રમાં જાગે ભરતી ઓટના તરંગ
તરંગો પર લખું જો દિવ્ય સત્ત ૐકાર
તો પ્રુથ્વી પર વર્ષારાણી કરે પરોપકાર
...
પર્વતોની હારમાળા ઝુમે જ્યાં
હરિયાળી
ઉંચા ઉંચા સાલવન ને મહેકતી ફુલવાડી
ફુલો પર જો લખી દઉં દિવ્ય ૐકાર
તો ચોફેર છવાયે મહેંકતો સત્કાર
............... સરલ સુતરિયા ......
-------------------------
પૃથ્વીના ગોળા પર લખી દઉં જો ૐકાર
તો થઇ જાયે એક નવો દિવ્ય આવિષ્કાર
તો થઇ જાયે રોશનીનો દિવ્ય ચમત્કાર
...
ને વાદળોની પાલખી ઉડે જ્યાં ગગન
વાદળોને તોડી ફોડી રચાઉં જો ૐકાર
તો થઇ જાયે પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર
...
ને સમુદ્રમાં જાગે ભરતી ઓટના તરંગ
તરંગો પર લખું જો દિવ્ય સત્ત ૐકાર
તો પ્રુથ્વી પર વર્ષારાણી કરે પરોપકાર
...
ઉંચા ઉંચા સાલવન ને મહેકતી ફુલવાડી
ફુલો પર જો લખી દઉં દિવ્ય ૐકાર
તો ચોફેર છવાયે મહેંકતો સત્કાર
............... સરલ સુતરિયા ......
No comments:
Post a Comment