બંધ આંખોમાં સમણાઓનો ભાર રહેવા દો
પાંપણે ઝબુકતી લાગણીઓને ભાર સહેવા દો
ઇ તો પછી સમજાશે ઇ ભારની મનગમતી વાત
હમણાં તો એને સાંગોપાંગ ભીતરમાં વહેવા દો
............ ( સરલ સુતરિયા )....
ઉપરની મારી પોસ્ટ પર થયેલી Comments ના મે આપેલ જવાબ....
....
.
સોગઠડાં તો રમતાં ભમતાં ભવ પાર ઉતારે
બાજી બિછાવી પ્રેમની કોઇ કેમ કરી દાવ લગાડે ?
દાવ લાગે તો હાર જીત થાય
પ્રેમમાં કેમ કરી હાર જીતના ભાવ જગાડે ?
...........
પલકારામાં
ભીતર વેદનાથી
છલકે આંસુ
.......
લો કહું બેટા
હવે ના થાય ભુલ
મા છું તમારી
..........
માની મમતા
કદીયે ના ખોવાય
ભીતરે સ્નેહ
........
ચાલો જમવા
રસોઇ તૈયાર છે
રસ ને પૂરી
........... ( સરલ સુતરિયા )...
No comments:
Post a Comment