Friday, 3 August 2012

             સફળતાનો નશો
         ------------------
અપ્રતિમ સફળતા જો મળે
દિમાગમાં નશો છવાય જાય છે.
...
સ્વભાવ અક્કડ ગરદન ટટ્ટાર

ને ચાલમાં નશો છવાય જાય છે .
ગણવા લાગે છે તુચ્છ અન્ય જનોને

ને સર્વોપરિતાનો ઘમંડ છવાય જાય છે.
...
શબ્દ મોંની બહાર નીકળે તો
આહત કરે સાંભળનારને
મિથ્યા વાણીની ધડબડાટી
ને તોછડાયના તરંગ છવાય જાય છે.
...
આંખ જુઓ તો તુચ્છ ગણતી લાગે અન્યોને

અહંકારના પડળ વિશેષ વર્તાય
મિજાજની ગરમી ઉભરતી લાગે
ને ખુદને માટે આંખમાં દબંગ છવાય જાય છે.

............. (
સરલ સુતરિયા )....

No comments:

Post a Comment