Wednesday, 7 November 2012

મને એ સાંજ પાછી આપો


મને એ સાંજ પાછી આપો
.......................................
કોઇ મને મારી એ સાંજ પાછી આપો

જીવનની ઘટમાળમાં અટવાઇ પડેલી

મારી એ સાંજ મને પાછી આપો

ધુમિલ બોઝિલ કામોમાં અટવાઇ પડેલી

મારી એ સાંજ મને પાછી આપો

............

એ નિષ્ફિકર મન એ નિશ્વિત મન

એ દરિયાની રેતીમાં બનાવાતું ઘર

ખુલ્લા પગે ભીની રેતીમાં ડગલા ભરતી

મારી વહાલી બાળસખીઓને સંગ ગાતી

હળવા હૈયે મન ચગડોળે મલકતી

એ સાંજની યાદમાં અટવાતું મન

કોઇ મને મારી એ સાંજ  પાછી આપો

......

ઓલ્યા બાગ બગીચે પતંગિયા સમ ઉડતી

સખીઓની સંગે લહેરથી સમય વિતાવતી

ચાહે તો ફિલ્મ જોતી કે રંગમંચે નાટક નિહાળતી

કવિસંમેલનોમાં   જઇ મન તરબોળ કરતી

ન હતી કોઇ ઝંઝટ કે ન તો સમયની મારામારી

એ સાંજની યાદમાં અટવાતું મન

કોઇ મને મારી એ સાંજ પાછી આપો
..........

ઉંમર થતાં પરિવારમાં ગુંથાણી

સાસુ સસરા પતિની સેવામાં ગુંથાણી

સંતાનોના હિતને ખાતર કરતી દોડાદોડી

હવે છે સતર ઝંઝટ ને સમયની યે મારામારી

નથી કોઇને પરવા મારી થઇ ગઇ છું અલગારી

તલખે છે મન મારું એક સલુણી સાંજનો સથવારો

કોઇ મને મારી એ સાંજ પાછી આપો

કોઇ મને મારી એ સાંજ પાછી આપો


............. સરલા સુતરિયા............

3 comments:

  1. ઉંમર થતાં પરિવારમાં ગુંથાણી

    સાસુ સસરા પતિની સેવામાં ગુંથાણી

    સંતાનોના હિતને ખાતર કરતી દોડાદોડી

    હવે છે સતર ઝંઝટ ને સમયની યે મારામારી

    નથી કોઇને પરવા મારી થઇ ગઇ છું અલગારી

    તલખે છે મન મારું એક સલુણી સાંજનો સથવારો

    કોઇ મને મારી એ સાંજ પાછી આપો

    કોઇ મને મારી એ સાંજ પાછી આપો .........wah sundar antar vytha nu varnan ...sarlaben !!!! hardik abhinanadan..

    ReplyDelete
  2. ઢળતા સૂર્યનો નજારો આટલો રંગીન નહિ હોત ,
    જો આખા જીવનના રંગો એમાં ભળ્યા ના હોત ......
    -ધર્મેશ પલસાણા

    ReplyDelete