Wednesday 8 June 2011

દેવાંશી ...

મને કવિતા લખતી જોઇ ને મારી દેવાંશી કહે કે, '' મારા પર પણ એક પોએમ લખોને દાદી .....
મે પૂછ્યું કે ''બોલ શું લખુ ? '' તો કહે, હું આવી ત્યારે તમને શું લાગ્યું હતું ? મારા દાંત ફુટ્યા ત્યારે , હું ચાલતા શીખી ત્યારે, હું સ્કૂલે ગઇ ત્યારે , તમને શું લાગ્યું હતું એ બધું ....અને મે આ કવિતા લખી મારી મીઠડી પર ...
.
.
પ્યારભરી અમારી જીંદગીમાં એક ફુલ ખીલ્યું
ને જીવનમાં બહાર આવી
.
ઉગ્યો સુરજ એના મનની મિઠપ લઇને
ને બહારોની મોસમ આવી
.
''બા બા દા દા ને કા કા મા મા'' ના અણ ઉકેલ્યા અક્ષરોયે
અમ હૈયામાં હરખની હેલી આવી.
.
પહેલો દાંત ફૂટ્યો મુખલડે એને
અમ સૌના મુખડે મલકાટ લાવી .
.
પા પા પગલીએ ચાલતા શીખી
ને અમારા મધુવનમાં વસંત બહાર આવી
.
બાલ મંદિરનો એનો પહેલો દિવસ એ તો રોવાને બદલે
 ગીતો ગણગણતી આવી
.
લોઅર કે. જી. થી હાયર કે. જી. ને પછી પહેલું ધોરણ
એમ કરતાં કરતાં હવે તો ચોથા ધોરણમાં આવી
.
મારી મીઠડી મારી વહાલી અમ સૌનો એ પ્રાણ
હૈયે અમારે હેત છલકાવતી અમ ''દેવાંશી '' આવી
.........સરલ સુતરિયા......

No comments:

Post a Comment