Sunday 25 September 2011

બચપણના સ્મરણ.......

વાલમ ને જોઇ હુ તો મુંઝાણી મનમા હજી શૈશવ ના સ્મરણ મને ભિંજવે
આંખ સુ આંખ જ્યા મળી વાલમ સુ મારા કાપડાની કસુ જાણે ખીજવે....
વાવડી ને કાંઠે ગઇ તી પાણીડા ભરવા ત્યા એની આંખડી પાછળ પાછળ ભમે
ઓરે પ્રભુજી મારા તનડા મા કૈ કૈ નાગણી ઓ સિસકારા કરે.
બેડુ ચડાવવા મિષે પાસે આવીને મને કૈ કૈ સનકારા કરે
ઓ રે પ્રભુજી મારા મનડાની માલીપા કૈ કૈ તીખારા ઝરે
મંદિરે જાઉ ત્યા પાસે ઉભી ને મારા પ્રભુજી ને  મીન્નતુ કરે
ઓ રે પ્રભુજી મારા દિલડાના તાર તો તન તન તનકારા કરે ..
નારે સમજાય મને દિલડાની વાતુ ને મુંઝવણ મા મન મારુ ભમે
ઓ રે પ્રભુજી મારા હૈયા ની હાટે તો નાનપણ આંટાફેરા કરે.
................સરલ સુતરિયા........
..

3 comments:

  1. wahhhh sakhi shu vato che prabhuji sathe bachpan ni ..khub saras..

    ReplyDelete
  2. શ્રી સરલાબેન સુતરીયા, નમસ્તે. આપ સુતરીયા છો મારા મિત્ર શ્રી અખિલ સુતરીયાને આપ મળ્યા હશો.
    આપની કાવ્ય પ્રવૃત્તિ માટે અભિનંદન...

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર કાંતિલાલ ભાઇ..... હા મળી છું અખિલ ભાઇને ..... અહીં સનતભાઇ દવે ( દાદુ) ને ત્યાં આવ્યા હતાં ત્યારે હું મળી હતી.....

      Delete