Sunday 25 September 2011

બચપણના સ્મરણ.......

વાલમ ને જોઇ હુ તો મુંઝાણી મનમા હજી શૈશવ ના સ્મરણ મને ભિંજવે
આંખ સુ આંખ જ્યા મળી વાલમ સુ મારા કાપડાની કસુ જાણે ખીજવે....
વાવડી ને કાંઠે ગઇ તી પાણીડા ભરવા ત્યા એની આંખડી પાછળ પાછળ ભમે
ઓરે પ્રભુજી મારા તનડા મા કૈ કૈ નાગણી ઓ સિસકારા કરે.
બેડુ ચડાવવા મિષે પાસે આવીને મને કૈ કૈ સનકારા કરે
ઓ રે પ્રભુજી મારા મનડાની માલીપા કૈ કૈ તીખારા ઝરે
મંદિરે જાઉ ત્યા પાસે ઉભી ને મારા પ્રભુજી ને  મીન્નતુ કરે
ઓ રે પ્રભુજી મારા દિલડાના તાર તો તન તન તનકારા કરે ..
નારે સમજાય મને દિલડાની વાતુ ને મુંઝવણ મા મન મારુ ભમે
ઓ રે પ્રભુજી મારા હૈયા ની હાટે તો નાનપણ આંટાફેરા કરે.
................સરલ સુતરિયા........
..

અસમંજસ ....

શું કહું કેમ કહું ના કૈં સમજ આવે ...મન મારું બાવરું ધીમું ધીમું ગાયે..
ના રણની સમજ ના મ્રુગજળની ને પનઘટ પણ દુર દુર ગાયે
વાગે વાંસલડીના સુર તો મન મારું થૈ થૈકારે મસ્ત બની નાચે
આવું જમનાના તટે પણ કાલિય નાગના દંશ મને બીવરાવે.

...........સરલ સુતરિયા........

Thursday 15 September 2011

મુહોબ્બત

આંખોમે દિલ કો બસા લીયા
હથેલી મે મુઁહ કો છુપા લીયા
ક્યા જાનુ ક્યા હૈ ઇસમે ઐસા
કિ મુહોબ્બતમે જાન ફસા લીયા..
........ સરલ સુતરિયા.......

આનંદવન

ક્ષિતિજ ને પેલે પારથી કોઈ મને બોલાવે
સમજ ના આવે સાદ એનો કઈ પેર થી આવે !
જવું ના... જવું અવઢવ એવી કઈ પેરે સુલજાઉં
હું તો મારે આનંદવન માં ખુશી ખુશી મન મહેકાવું !
................... સરલ સુતરિયા.......

સાયબો

સાયબો મારો રણકતો રણબંકડોને હું રે ગુલાબનું ફુલ
નાજુક નાજુક મારૂ મનડું અધીરિયુંને ઇ રે તલવાર કેરું શુર .....
આવે જ્યારે એ મારે હ્રદયે રે ઝુમતો હું તો લાજી રે મરું
ચિતડાનો ચોર મારા દલડાનો દોર મારા આતમ કેરું એ તો ફુલ.....
.................... સરલ સુતરિયા........

Sunday 11 September 2011

આવે જો તું

આવે જો તું મારા મનસાગરની પાળે
તો ઓટ વેળાયે  ય  ભરતીનું વહેણ.
.
મારા અંતરબાગમાં આંટો જો તું મારે
તો કરમાયેલા ફુલ ખીલી થાયે કરેણ.
.
તુજ વિણ ઝુરે હ્રદય જાણે કો અંધારી ખાઇ
જો તું આવે તો અમાસની રાતે ય પ્રકાશે ચન્દ્રરેણ
.
તુજ વિચારની વાટે ઉમટે કોલાહલ મમ હ્રદયમાં
જો તું આવે તો હૈયાની હાટે પ્રગટે કલરવ કહેણ
.......................... સરલ સુતરિયા......

हम सब एक है ।

हम सब एक है ।

રવિવારે સાંજે એક ઇદ મિલનમાં ગયા હતા ત્યાં મે આ  મારી કવિતા  રજુ કરી હતી... ...જેમાં મને ડો. સિપઇ સાહેબે ( કે જે મારા ફેસબૂક મિત્ર છે અને દાદુએ એમને મારો કોંન્ટેક્ટ  કરવાનું સુચવ્યું હતું )  આમંત્રણ આપ્યું હતું . આ મિલનમાં  '' દીપ ફાઉન્ડેશનના ડાય્રેક્ટર શ્રીમતી અર્ચનાબેન્ જોષી , ગુજરાત વકફ બોર્ડના ચેરમેન શ્રી એમ આઇ સૈયદ સાહેબ કે જે રીટાયર્ડ  I P S છે , તેઓ પણ આવ્યા હતા. ને સરસ પ્રવચન આપ્યું હતું. હું ડો. સિપઇ સાહેબ નો આભાર માનુ છું કે મને આ સમારંભમાં આ કાવ્ય રજુ કરવાનો મોકો આપ્યો....
.....................................
मन्दीर और मस्जिद के झगडे में
 ...........क्युं देश को बरबाद करे ?
जब देश ही नही होगा आबाद ,
............तो मन्दीर मस्जिद का  क्या करे ?
चलो अब गद्दार को पहचान के ,
............निकाल उसे बाहर करे
देश हमारा अपना है
............ हम ही उसे आबाद करे ।
यहाँ न कोइ हिन्दु ना कोइ मुसलमान ,
............. ना कोइ शिख सिन्धी ना कोइ जैन है ।
एक देश के वासी हम सब
..............करते एक-दुसरे का सन्मान है ॥
यहाँ ईद आती रमजान का तप लिये,
..............जिसमे ''राम '' समाये हैं ।
और आती दीवाली खुशीयाँ लिये ,
..............जिसमे '' अली '' समाये हैं ॥
जब निकलता ताजीयाँ झुलुस तो
 ............... हिन्दु शरबत पिलाते है ।
और गणेश विसर्जन के दौर मे
................मुस्लीम वहीवट संभालते है ॥
ये देश हमारा हमको प्यारा
................ जान निछावर उसपे है ।
सरहद पे देखो हिन्दु-मुस्लीम
................ साथ ही तो  लडते है ॥
ये देश हमारा ऐसा है न्यारा
................ हर धर्म के लोग जहाँ बसते है ।
एक डाल पे करते है बसेरा
................ ये चमन हमारा  अपना है ॥
जय हिन्द । जय हिन्द । जय हिन्द ।
 ............... सरल सुतरिया........

अहम्..

मै'' मै '' (अहम् ) की फुत्कार सर पे चडकर बोली
मै'' ही सर्वोपरी तुम सबकी, तोलकर ये बोली ।
जब छोड दिया अहम् तो मन निर्मल हुआ
'' मै'' नही ''हम'' है सब ये खिलते मन से बोली....
............................ सरल सुतरिया........

મેહુલીયો....

આ ઝરમર ઝરમર મેહુલીયો ને ભીની ભીની રાત
મોરલીયો પણ થનગને આ ઢેલડિયું ની સાથ
પપીહા નું પીહુ પીહુ છેડે દિલ સિતાર
આજ બલમ તું છેડ સરગમ તું નાચે મન મલ્હાર.
.............સરલ સુતરિયા.........

मधुरी यादे.....


एक लम्हा गुझर गया तुम्हे याद करते करते ,
वो चांदनी राते वो तेरी मधुर मधुर बाते ,
वो खिलखिलाके हसना वो तेरा मधुर मुश्कुराना ,
वो मुडके संभल जाना वो तेरा फिसल फिसल जाना ,
वो तिरछी नझर से तेरा छुप छुप के तीर चलाना ,
वो  झुल्फो का लेहराना वो तेरी  नजरो का शरमाना ,
वो बात बात पे तेरा जुठ-मुठ का रूठ जाना ,
वो रूठ के मान जाना वो दिल को समजाना
 एक लम्हा गुझर गया तुम्हे याद करते करते ,
वो चांदनी राते वो तेरी मधुर मधुर बाते ॥
.................सरल सुतरिया...........

ફરિયાદ...

હર ખામોશી કાઇક કહેતી હોય છે
હર ઉદાસી કાઇક સહેતી હોય છે
લાગણીઓ જો છલકી ઉઠે તો
હર આંસુમાં કાઇક ફરિયાદ વહેતી  હોય છે ......
......સરલ સુતરિયા......

તું કહે અગર ....

તુ કહે અગર મારા હૈયાનુ રાજ સિહાસન લખી દઉ તને
તારા એક અવાજ પર મારું સર્વ નિછાવર કરી દઉ તને .
અરે માગીને તું ના કરીશ તારુ નામ નીચું સખા,
વગર માગ્યે મારું આખું જીવન લખી દઉ તને ....


....................સરલ સુતરિયા...........

Saturday 3 September 2011

यादे....

यादो को मिटा पाना कोइ आसान नही होता
दिल से भुला देना कोइ आसान नही होता ।
भुलने को भुल जाते है सारी दुनिया को लोग
अपने दिलदार को भुलाना कोइ आसान नही होता....
.................सरल सुतरिया.......