Sunday 12 August 2012

ફુલ સમ ખીલવું


       ફુલ સમ ખીલવું ને સુગંધે લહેરાવું‌
સદ્દ્ નસીબ કેવું‌ આ જગને પમરાવું
ના કાંટાથી ડરવું ના સુગંધે બહેક્વું
આ જગે મારે તો બસ મસ્ત થઇ મહેક્વું
 ના કઠોર બનું લોહ કે ના નરમી વરતું ...
નાજુક નાજુક ફુલડાંની ફોરમ થઇ ચહેકું

..................... સરલ સુતરિયા.........
खतम होती है कहानी कुछ लब्जो के बाद
आ जाती है रवानी कुछ अश्को के बाद...
सुख जाते है अश्क डुब जाती है जवानी
मिट जाते है सपने कुछ अरसों के बाद .

............... ( सरल सुतरिया ).......


गर गम न हो तो जिने का मजा ही क्या ?
ठोकर न  लगे तो संभलने का मजा क्या ?
जवानी जब ढलती है तो तजुर्बा भी तो मिलता है
यूँ बगैर तजुर्बा जिंदगी जिने का मजा ही क्या ?
..... सरल सुतरिया ....  

તણખલે તરીને કિનારો પામી લીધો
તરતા રહીને મઝધારને માપી લીધો
જીવવાનું તો સરજાયું જ હતું કુદરતને ચોપડે
દુનિયામાં રહીને સૌનો સ્નેહ પામી લીધો......

................ ( સરલ સુતરિયા )...
આમ નજરૂં ઝુકાવશો તો ઘાયલની ગત બુરી થશે
ને પલક ઉઠાવશો તો ય ઘાયલની ગત બુરી થશે
ઓ રસ રમણી ! નજરને જરા સીધી જ રાખજો
નજરના તીર ચલાવશો તો યે ઘાયલની ગત તો બુરી જ થશે

............ સરલ સુતરિયા ......




इन हवाओं ने छुआ मेरा आंचल देखो कैसे लहरा रहा हैं
सूरज ने भी कि हलचल देखो कैसे गदरा रहा हैं
पानी में चल रही नाव भी डोलने लगी
सरिता में भी उफान आ रहा हैं

.......(सरल सुतरिया )
અશ્રુસિક્ત આંખોની ગહેરાઇ કોઇ શું જાણે
મનના ઘાવની ગહેરાઇ કોઇ શું જાણે
દુઝતા ઘાવોનો સમુદ્ર ભર્યો છે ભીતર
હૈયું વલોવાવાની પીડાં કોઇ શું જાણે !!!

............... સરલ સુતરિયા  ..........

આંસુ તો દિલની જુબાન છે
મનના ઘાવોનો વિશ્રામ છે
ખટકે છે જ્યારે દુનિયાની હરકતો દિલને ત્યારે
ઘાયલ થાય છે દિલ પણ આંસુ આંખમાં હોય છે
............... સરલ સુતરિયા  ..........






આંસુ તો દિલની જુબાન છે વણકહી એક વાત છે
વહે વારિ નયનેથી એ મનના ઘાવોનો વિશ્રામ છે
ખટકે છે જ્યારે દુનિયાની હરકતો દિલને ત્યારે
ઘાયલ તો થાય છે દિલ પણ આંખ  આંસુ વહાવે છે

............. સરલ સુતરિયા.......
આજ યે હવા ક્યૂં ઇતની સુહાની લગતી હૈં ?
લગતા હૈં કિ ઉનકો છુ કે આઇ હૈં .
વરના રોજ તો યહી હવા ઔર યહી હમ હોતે હૈં
આજ લબોં પે યૂં હસીં આઇ હૈં

................. સરલ સુતરિયા......
एहसास एक जजबाँ हैं जीने का
जो सभी के दिलमें होता हैं
बांधा नही जा सकता कोइ नियममें उसे
उसका एक अलग ही रूप होता हैं .....
............ ( सरल सुतरिया )......"

રાતો રંગ ઉપસ્યો લીલી મહેંદીના પાનમાં
ગુલબંકાવલીયે રસ્યો ખોબો ભરીને હાથમાં ...

......... ( સરલ સુતરિયા )..
ધરતી ધખધખે માનવ વલવલે પાણી વિના ટળવળે
આશા પનપે માનવ હરખે હે રબ ! જો આભ સળવળે

................... સરલ સુતરિયા....

જીંદગીમાં પ્રેમનો વરસાદ થાય તો કેવું સારૂં
સપના પણ સાચા પડે તો કેવું સારૂ
વિતી જાય ઉમર સારી આમ જ સપના જોતા જોતા
સપના પણ સાચા પડે તો કેવું સારૂં
....................... સરલસુતરિયા......
આ પ્રીતની રીત પણ છે અનોખી
મળે છે જેને એ જીવનભર રોવે છે...............

........
ભલેને પછી દિલ રૂવે લોહીની ધાર
મારા આંસુને આંખમાં છુપાવી રાખું છું.


......
આમ જ ન હોય હવામાં આટલી ઉદાસી
નક્કી કોઇનું દિલ પ્રેમમાં ઝુર્યુ હશે



........... સરલ સુતરિયા....
બંધ આંખોમાં સમણાઓનો ભાર રહેવા દો
પાંપણે ઝબુકતી લાગણીઓને ભાર સહેવા દો
ઇ તો પછી સમજાશે ઇ ભારની મનગમતી વાત
હમણાં તો એને સાંગોપાંગ ભીતરમાં વહેવા દો
............ ( સરલ સુતરિયા )....


ઉપરની મારી પોસ્ટ પર થયેલી  Comments ના મે આપેલ જવાબ....

....


.
સોગઠડાં તો રમતાં ભમતાં ભવ પાર ઉતારે
બાજી બિછાવી પ્રેમની કોઇ કેમ કરી દાવ લગાડે ?
દાવ લાગે તો હાર જીત થાય
પ્રેમમાં કેમ કરી હાર જીતના ભાવ જગાડે ?
...........

પલકારામાં
ભીતર વેદનાથી
છલકે આંસુ
.......


લો કહું બેટા
હવે ના થાય ભુલ
મા છું તમારી
..........


માની મમતા
કદીયે ના ખોવાય
ભીતરે સ્નેહ
........


ચાલો જમવા
રસોઇ તૈયાર છે
રસ ને પૂરી
........... ( સરલ સુતરિયા )...
પ્રેમની રીત તો યુગો પૂરાણી એજ રિસાવું ને એજ મનાવવું
ચાર ડગલા સાથે ચાલી ફરી ભટકાવું ને ફરી સાથે થવું
........................... સરલ સુતરિયા..........
.....

પ્રેમનો રંગ લાગે એ જ જાણે કે પ્રેમ શું છે....
અને રીસાયા પછી મનાયાનો આનંદ શું છે

......
ચાર ડગલા ચાલી સાથે વાયદા કરે અપાર
પ્રેમ તો છે જ એવો કે કાયદા કરે અપાર..........

.....
જગનો રોક્યો રોકાય એ પ્રેમ નહી
અમે રોક્યો એવો ટકે વ્હેમ નહી


.............. સરલ સુતરિયા..........

Friday 3 August 2012

             સફળતાનો નશો
         ------------------
અપ્રતિમ સફળતા જો મળે
દિમાગમાં નશો છવાય જાય છે.
...
સ્વભાવ અક્કડ ગરદન ટટ્ટાર

ને ચાલમાં નશો છવાય જાય છે .
ગણવા લાગે છે તુચ્છ અન્ય જનોને

ને સર્વોપરિતાનો ઘમંડ છવાય જાય છે.
...
શબ્દ મોંની બહાર નીકળે તો
આહત કરે સાંભળનારને
મિથ્યા વાણીની ધડબડાટી
ને તોછડાયના તરંગ છવાય જાય છે.
...
આંખ જુઓ તો તુચ્છ ગણતી લાગે અન્યોને

અહંકારના પડળ વિશેષ વર્તાય
મિજાજની ગરમી ઉભરતી લાગે
ને ખુદને માટે આંખમાં દબંગ છવાય જાય છે.

............. (
સરલ સુતરિયા )....

ૐકાર

            ૐકાર 
      -------------------------
પૃથ્વીના ગોળા પર લખી દઉં જો ૐકાર
તો થઇ જાયે એક નવો દિવ્ય આવિષ્કાર


સુરજના સપ્ત અશ્વને જો પહેરાવું ૐકાર
તો થઇ જાયે રોશનીનો દિવ્ય ચમત્કાર
...

ક્ષિતિજે રચાય જ્યાં ધરતી આભનું મિલન
ને વાદળોની પાલખી ઉડે જ્યાં ગગન
વાદળોને તોડી ફોડી રચાઉં જો ૐકાર
તો થઇ જાયે પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર
...

રણમાં ઉઠે રેતના વમળ પર વમળ
ને સમુદ્રમાં જાગે ભરતી ઓટના તરંગ
તરંગો પર લખું જો દિવ્ય સત્ત ૐકાર
તો પ્રુથ્વી પર વર્ષારાણી કરે પરોપકાર
...

પર્વતોની હારમાળા ઝુમે જ્યાં હરિયાળી
ઉંચા ઉંચા સાલવન ને મહેકતી ફુલવાડી
ફુલો પર જો લખી દઉં દિવ્ય ૐકાર
તો ચોફેર છવાયે મહેંકતો સત્કાર
............... સરલ સુતરિયા ......