Monday 25 April 2016

મેલ ના રાખશો મનમાં એમ જે કહે છે

મેલ ના રાખશો મનમાં એમ જે કહે છે
પુસ્તકો એને ત્યાં ધૂળ ઢાંક્યા મળે છે

દીકરી દીકરો સરખા એમ સૌ કહે પણ
પૂત્ર જન્મે પેંડા બેટી ગર્ભે મરે છે

ધીખતી આગ અંગાર આગોશમાં પણ
ગર્ભમાં હો બેટી સ્રાવ કરવો પડે છે

ખળભળે અંતરે કો’ અદીઠ ભયની વાણી
પારકી છે અને એ પારકુ ઘર રહે છે

આંસુ છુપાવે લૈ ભાર આખા જગતનો
દીકરી જન્મનો ભાર આંખથી વહે છે

લાડકી છે, હ્રદયમાં વસે છે છતાં પણ
કોઇ ગુઢ ભય મનોમન પજવતો રહે છે

વીરની જનની ને ખુદ વીરાંગના તું
ઊઠ, વીરત્વ સામે તો હર નર નમે છે

સરલા સુતરિયા ‘સરલ’
તા; / ૧૪ / ૦૪ / ૨૦૧૬ /


No comments:

Post a Comment